પાતળા બહિર્ગોળ લેન્સથી એક સમતલ તરંગઅગ્રનું વક્રીભવન સમજાવો 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં એક પાતળા બહિર્ગોળ લેન્સ પર આપાત થતાં પ્રકાશના સમાંતર કિરણ જૂથનું સમતલ તરંગઅગ્ર $XY$ દર્શાવ્યું છે અને પાતળા બહિર્ગોળ લેન્સમાંથી વક્રીભવન અનુભવીને બહાર આવતાં કિરણો દ્વિતીય મુખ્યકેન્દ્ર પર કેન્દ્રિત થયેલાં દર્શાવ્યા છે.

આ કિરણોને અનુરૂપ તરંગઅગ્રો દોરવા માટે દ્રીતીય મુખ્યકેન્દ્રને કેન્દ્ર તરીકે સ્વીકારીને વર્તુળો દોરવા જોઈએ. આવા વર્તુળોની એક ચાપ $X'Y'$ આકૃતિમાં દર્શાવી છે.

આ ચાપ અમુક ક્ષણે વક્રીભૂત કિરણોને અનુરૂપ તરંગઅગ્ર છે.

અહીં $A$ થી $a$ તથા $C$ થી $c$ સુધીનાં અંતરો $B$ થી $b$ અંતર કરતાં વધારે છે. તેથી પ્રકાશને $B$ થી $b$ સુધી જતાં લેન્સમાં વધુ અંતર કાપવું પડે છે અને લેન્સના દ્રવ્યમાં પ્રકાશનો વેગ ઓછો હોય છે. તેથી તરંગઅગ્ર પરનું $b$ બિંદુ $a$ અને $c$ ની સરખામણીમાં પાછળ રહી જાય છે.

906-s51

Similar Questions

હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. 

હાઈગેન્સ નો સિદ્ધાંત અને સિદ્ધાંતની મર્યાદા લખો. 

શું હાઇગેન્સનો સિદ્ધાંત, ધ્વનિના સંગત તરંગોને લાગુ પાડી શકાય ?

હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.

એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu\,(I)$ = $\mu_0 $+ $\mu_2I$, વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0 $ અને $\mu_2$ એ ઘન અચળાંક છે અને $I$ એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. તરંગ અગ્રનો પ્રારંભનો આકાર …….